ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં કેટલાય મહિનાથી અમુક સીસીટીવી કેમેરા બંધ હાલતમાં
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૪
હાલ દરેક શહેરોમાં કે તાલુકાઓમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનાનાં બને તેમજ કોઈ પણ ચોરી લૂંટ કે કોઈ અકસ્માત જેવી ઘટનાઓને રોકવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જેથી કોઈ પણ સમસ્યા કે ઘટનાના જવાબદાર વર્ગ સુધી પહોંચી શકાય, ઝાલોદ નગરમાં પણ સીસીટીવી કેમેરા લગાડેલા છે પણ અમુક વિસ્તારોમાં કેટલાય સમયથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જ જોવા મળી રહેલ છે, કેટલાય સમયથી બંધ પડેલ સીસીટીવી કેમેરા ચાલુ કરવામાં આવી રહેલ નથી, આજના યુગમાં કેમેરા લોકોની સલામતી માટે તેમજ ગુનાહિત પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી છે, સીસીટીવી કેમેરા નગરની પ્રાથમિક વ્યવસ્થાના ભાગ રૂપે ગણાય છે, પણ ઝાલોદ નગરપાલિકાના બંધ પડેલ કેમેરા તરફ જવાબદાર તંત્રનું ધ્યાન જતું નથી, ત્યારે સવાલ થાય છે કે શું જવાબદાર તંત્ર નગરમાં કોઈ અનિચ્છનીય ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું, જવાબદાર તંત્ર જાહેર વ્યવસ્થાની જવાબદારી સ્વીકારી તેને તાત્કાલીક રીપેર કરી ચાલુ કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.