નારી વંદન ઉત્સવ : દાહોદના મહિલા પશુપાલકોનું કરાયું સન્માન
દાહોદ તા.૦૬
આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નારી વંદન ઉત્સવ ની ઉજવણી અન્વયે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે ગત રોજ અત્રેના જીલ્લાના તમામ તાલુકાઓ ખાતે મહિલા પશુપાલન માર્ગદર્શન શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા જિલ્લાના તમામ નવ તાલુકાઓમાં પશુપાલન શિક્ષણ શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. જેમાં કુલ – ૨૭૨૪ પશુપાલકો જોડાયા હતા. જેમાં મહિલા પશુપાલકો – ૨૪૩૧ જોડાયેલ હતા.
આ કાર્યક્રમ અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન તેમજ હાલમાં ચાલી રહેલ લંમ્પી સ્કિન ડીઝીસ અંતર્ગત લોકોને માહિતગાર કર્યા હતા. તેમજ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખેતીવાડી બાગાયત તેમજ આત્માની કચેરીઓ દ્વારા પણ તેઓના દ્વારા સંચાલિત વિવિધ યોજનાઓની માહિતી ખેડૂતો પશુપાલકોને પૂરી પાડવામાં આવી હતી. તેમજ આત્મા કચેરી દ્વારા પશુપાલકોને અને ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિશે તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
આ કાર્યક્રમમાં હાજરસફળ પશુપાલક મહિલાઓનું, સરપંચશ્રીઓનું, તાલુકા-જિલ્લા સભ્યશ્રીઓનું સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું.