ઘરફોડ ચોરીના કુલ ૧૩ ગુન્હામાં નાસતા ફરતા વડવા ગેંગના આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ
રિપોર્ટર : ગનન સોની
દાહોદ તા.૦૬
ઘરફોડ ચોરીના કુલ ૧૩ ગુન્હાઓમાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામનો નાસતા એક આરોપીને દાહોદ એસ.ઓ.જી. પોલીસે વડવા ગામેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાંનું જાણવા મળે છે. દાહોદ જિલ્લા પોલીસ વડાના સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ કોમ્બીંગ સહિતની કામગીરી હાથ ધરી રહી હતી તે સમયે દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે વડવા ગામે રહેતો રાકેશભાઈ છગનભાઈ ભાભોર જે ઘરફોડ ચોરીના કુલ ૧૩ ગુન્હાઓમાં વડવા ગેંગનો હોવાનું અને નાસતો ફરતો હતો. આ આરોપીને પોલીસે વડવા ગામેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યાેં હતો. ઝડપાયેલ આરોપી વિરૂધ્ધ વિસનગર, મહેસાણા, અંજાર ખાતે ગુન્હાઓ નોંધાયેલ છે.