દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપુક સમાજ દ્વારા સશ્ત્ર પુજા સમારોહ સાથે સાથે બાઈક રેલી યોજાઈ
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાં દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજરોજ દશેરા પર્વ નિમિત્તે સશ્ત્ર પુજા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સશ્ત્ર પુજા બાદ દાહોદ શહેરમાં બાઈક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી બાદમાં નિર્ધારિત સ્થાને પહોંચી હતી.
દશેરા પર્વ નિમિત્તે દાહોદ જિલ્લા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨, જુના ઈન્દૌર હાઈવે રોજ,દાહોદ ખાતે સશ્ત્ર પુજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓ, ગામે ગામથી રાજપુત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપÂસ્થ રહ્યા હતા. આ કાર્યક્રમમાં કરણી સેનાના આગેવાનો પણ ઉપÂસ્થ રહ્યા હતા અને જનમેદનીને સંબોધન કર્યું હતુ. સશ્ત્ર પુજન બાદ દાહોદ શહેરમાં સમાજના આગેવાની હેઠળ ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી પર નિર્ધારિત સ્થાને પહોંચી હતી. આ કાર્યક્રમના અંતે સમુહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.