દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં જુગાર રમતાં ૧૧ જુગારીઓને ઝડપી પાડી રૂા. ૯૮,૬૩૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ડબગરવાસમાં પોલીસને મળેલ બાતમીના આધારે જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં શ્રાવણીયો જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે જુગાર રમી રહેલા ૧૧ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૮,૬૩૦ અને ૮ નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા. ૯૮,૬૩૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.૨૦મી ઓગષ્ટના રોજ લીમડી નગરમાં ડબગરવાસમાં રમાતા જુગાર ધામ પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા મયંકભાઈ લોકેન્દ્રભાઈ ગડરીયા, દેવકુમાર દિનેશભાઈ ધોબી, રોહિતકુમાર પ્રદિપભાઈ વણજારા, જીતેશભાઈ બાબુભાઈ ચૌહાણ, શનીકુમાર દિલીપભાઈ દેવડા, જયદીપભાઈ ભીખાભાઈ ચૌહાણ, અફતાબભાઈ અસગરભાઈ શેખ, અજયભાઈ મહેશભાઈ ચૌહાણ, જીતુભાઈ નટુભાઈ ગડરીયા, રાકેશભાઈ રમેશભાઈ દેવડા અને હાર્દિકકુમાર રાજુભાઈ વણજારાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા ૨૮,૬૩૦ અને ૮ નંગ. મોબાઈલ મળી કુલ રૂા. ૯૮,૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી લીમડી પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.