ઝાલોદ અને લીમડી નગરમાં શ્રાવણના છેલ્લા સોમવારે મંદિરોમાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૨૨
આખા શ્રાવણ માસમાં ભક્તો શિવજી ની રોજ પૂજા અર્ચના કરવા મંદિરે આવતા હોય છે શિવજીનો સોમવાર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી ભક્તોની વિશેષ ભીડ મંદિરોમાં જોવા મળતી હતી, દરેક શિવાલયોમાં આજે ઓમ નમઃ શિવાયની ધુન ચાલતી હતી અને ભક્તો પણ ઓમ નમઃ શિવાય બોલતા બોલતા દર્શન કરવા જતા હતા, આજે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અમુક મંદિરોમાં મંદિર સમિતિ તરફથી આજે બીલીપત્ર ,પાણી અને દૂધની વિશેષ સેવા આપવામાં આવી હતી ,શિવાલયો મા આજે શિવજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો આમ આજ રોજ શ્રાવણના છેલ્લા સોમવારના લીધે ભક્તોનો ઘસારો જોવા મળતો હતો અમુક શિવ ભક્તો તો શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાથી જ્યોતિર્લિંગના વિશેષ દર્શને ગયેલ જોવા મળેલ છે.

