દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું વિવિધ તાલુકાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ બાબતે પ્રતિબંધિત હુકમો
દાહોદ
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસિધ્દ્ર કરવામાં આવેલી જુદી જુદી પરીક્ષાઓ તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૮.૦૦ કલાક દરમ્યાન યોજાવાની છે. આ પરીક્ષામાં ગેરરીતિ અટકે, કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે જાહેર હિતમાં પરીક્ષા સ્થળની આજુબાજુના ૨૦૦ મીટરના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમીયાન કે પરીક્ષાના એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયાના ૧ કલાક સુધી આવ-જા પર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત હુકમ દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે. દવેએ તા. ૦૯/૧૦/૨૦૧૯ થી લાગુ પડે તે રીતે બહાર પાડયો છે. આ હુકમ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ અને પરીક્ષા પૂરી થવાના ૧ કલાક પછીના સમય અથવા પરીક્ષા સાથે સંકળાયેલ સંપૂર્ણ સ્ટાફ રવાના થઇ જાય તે બેમાંથી જે મોડું હોય ત્યાં સુધી, પરીક્ષાર્થીઓ, અવારનવાર મંડળ તરફથી આવતા સ્કવોર્ડના સભ્યો, ફરજ પરના અધિકારીઓ તથા પોલીસ અધિકારીશ્રીઓ સિવાયના બિનઅધિકૃત વ્યક્તિઓએ એકત્ર થવું નહી. પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલની બહાર સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવામાં આવશે. પરીક્ષા સ્થળે ઊભું રહી શકાશે નહી તથા પરીક્ષા કેન્દ્રની કંમ્પાઉન્ડ વોલમાં કોઇએ પણ તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ સવારે ૯.૦૦ કલાક થી સાંજના ૧૮.૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહી. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રની મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહી અથવા એકઠા થઇ શકાશે નહી. પરીક્ષા સમય દરમીયાન કોઇ પણ પ્રકારના માઇક, લાઉડ સ્પીકર, વાજિંત્ર વિ. વગાડવા નહી કે વગાડવા માટે મંજુરી આપી શકાશે નહી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૧૯-૨૦ અન્વયે ગુજરાત વહિવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને વર્ગ ૨ અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ૨ની વિવિધ જગ્યાઓ માટે યોજાનાર પ્રાથમિક કસોટી માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.