એસ.ટી બસમાં ઝાલોદના મુસાફરનું ખોવાયેલ બેગ પરત આપતા ડેપો મેનેજર : બેગમાં મુસાફરનાં અગત્યના ડોકયુમેન્ટ તેમજ મોબાઈલ હતો

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૨૫

તારીખ ૨૫ - ૦૮ - ૨૦૨૨નાં રોજ નહેરુ નગરથી ઝાલોદ એસી વોલ્વો બસમાં મુસાફર ઝાલોદ આવવા માટે બેસેલ હતા ,બસ લુણાવાડા આવતા મુસાફર બાથરૂમ કરવા ઉતરેલ હતા ,મુસાફર દ્વારા કંડક્ટરને જાણ ન કરતાં બસ તેનાં નિયત સમયે લુણાવાડાથી ઉપડી ગયેલ હતી અને ઝાલોદ આવતા બસ કંડક્ટર પરમાર કિરણભાઈ દ્વારા મળેલ બેગ ઝાલોદ ડેપો મેનેજર આર.એચ.વસૈયાને ઈમાનદારી પૂર્વક જમા કરાવી દીધેલ હતું આમ કંડક્ટર દ્વારા ખુબજ સરાહનીય કાર્ય કરવામાં આવેલ હતું ,ત્યાર બાદ ડેપો મેનેજર આર.એચ.વસૈયા તથા ટ્રાફિક કંટ્રોલર વી.એમ.સૈયદ દ્વારા વધુ તપાસ હાથ ધરી મુસાફરનો સંપર્ક કરી મુસાફરનાં અગત્યના ડોક્યુમેન્ટ તથા ૩૦૦૦૦ની કિંમતનો મોબાઇલ મુસાફરના માતા વંદનાબેન પંચાલને ડેપો મેનેજર દ્વારા પરત આપતા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ હતી, વંદનાબેન દ્વારા સમગ્ર એસટી સ્ટાફના લોકોનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!