દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ જિલ્લામાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુલક્ષીને પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ
દાહોદ
દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસિધ્દ્ર કરવામાં આવેલી જુદી જુદી પરીક્ષાઓ તા. ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૮.૦૦ કલાક દરમ્યાન યોજાવાની છે. આ પરીક્ષા દરમીયાન ઝેરોક્ષ સેન્ટરના સંચાલકો દ્વારા ઝેરોક્ષ મશીનનો દૂરઉપયોગ રોકવાના હેતુસર દાહોદ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એમ.જે.દવે દ્વારા પ્રતિબંધિત હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
તદ્નનુસાર કુલ ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે તા. ૧૩/૧૦/૨૦૧૯ના રોજ ગેરરીતિઓ અટકાવવા સારૂ સવારના ૯.૦૦ કલાક થી સાંજના ૧૮.૦૦ સુધી ઝેરોક્ષ મશીનો, કોપીયર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા ઝેરોક્ષ, કોપીયર મશીનના સંચાલકોએ આ હુકમનો અમલ કરવાનો રહેશે.
પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા સમયે મોબાઇલ ફોન, પેજર, સેલ્યુલર ફોન, કેલ્ક્યુલેટર કે અન્ય ઇલેકટ્રોનીક સાધનોનો ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેથી આવા સાધનો લાવી શકાશે નહી. આ હુકમ સરકારી કચેરીઓના ઝેરોક્ષ મશીનોને લાગુ પડશે નહી. પોલીસ કર્મચારીઓએ કોઇ અધટિત ધટના બને તે સિવાય પરીક્ષા કેન્દ્ર/મકાનની અંદર પ્રવેશ કરી શકશે નહી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૧૯-૨૦ અન્વયે ગુજરાત વહિવટી સેવા, ગુજરાત મુલ્કી સેવા વર્ગ ૧ અને વર્ગ ૨ અને ગુજરાત નગર પાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ ૨ની વિવિધ જગ્યાઓ માટે યોજાનાર પ્રાથમિક કસોટી માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.