મધ્યપ્રદેશના અલીરાજપુર તેમજ ગુજરાતના સરહદી વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ભારત સરકારનું એલર્ટ : ગરબાડામાં ખેતરમાં મકાઈના ડોડા લેવા ગયેલા ૨૩ વર્ષીય યુવક પર આકાશી વીજળી પડતા મોત
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૫
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ખેતરમાં મકાઈના ડોડા લેવા ગયેલા ૨૩ વર્ષીય યુવક પર આકાશી વીજળી પડતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
ગુજરાતમાં ચોમાસુ છેલ્લા તબબકામાં ચાલી રહ્યો છે. અને છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદી માહોલ બાદ ઉઘાડ નીકળતા સોં કોઈએ રાહત લીધી હતી. જાેકે ગઈકાલથી પુનઃ વરસાદી સિસ્ટમ સક્રિય થતા દાહોદ જિલ્લામાં કાળા ડીબાંગ વાદળોએ જમાવટ કરી છે. તેમજ મોસમ વિભાગ તેમજ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ ભારત સરકાર દ્વારા ગુજરાત મધ્યપ્રદેશના સરહદી વિસ્તાર ભાભરા, અલીરાજપુર, કંજેટા, છોટાઉદેપુર, તેમજ ગરબાડાના આસપાસના વિસ્તારોમાં વીજળી પડવાની આશંકાના લીધે રેડ એલર્ટ આપવામાં આવ્યો છે. તેવો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે ત્યારે આજરોજ ગરબાડા તાલુકાના નઢેલાવ ગામના બારાના કુવા ફળીયાના રહેવાસી નરેશભાઈ રમેશભાઈ ભાભોર સવારના ૮ઃ૩૦ થી ૯ઃ૦૦ વાગ્યાના અરસામાં ખેતરમાં મકાઈના ડોડા લેવા ગયા હતા. તે સમયે તેમના પર એકાએક આકાશી વીજળી પડતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવના પગલે નરેશભાઈ ભાભોર ના પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો. બનાવની ગરબાડા પોલીસને કરતા ગરબાડા પોલીસે મૃતકના મૃતદેહનો કબ્જાે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી સી.આર.પી.સી ૧૭૪ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.