દાહોદ તાલુકાના રાબડાળ ગામે ૨૯ વર્ષીય યુવતી સાથે એક ઈસમ દ્વારા છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના રાબડાળ ગામે એક ૨૯ વર્ષીય યુવતીને એક ઈસમ દ્વારા છેડતી કરી અને યુવતી ઉપર હુમલો કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૧૧મી સપ્ટેમ્બરના રોજ દાહોદ તાલુકાના રાબડાળ ગામે મંડોડીયા ફળિયામાં રહેતો સુરમલભાઈ ઉર્ફે હરમલભાઈ મંડોડીયાએ દાહોદ તાલુકામાં રહેતી એક ૨૯ વર્ષીય યુવતીને છેડતી કરી તેની સાથે જાતિય સતામણી તથા જાતિય હુમલો કરતાં આ અંગેની જાણ યુવતીએ પોતાના પરિવારજનોને કરતાં યુવતીના પિતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.