ગરબાડા તાલુકાના વડવા ગામે દિપડાએ મરઘા અને બકરાનું મારણ કર્યું : વડવા ગામે પુનઃ દિપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો : વન વિભાગ એક્શન મોડમાં
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વડવા ગામે વન્ય પ્રાણી દિપડાએ પુનઃ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. વન્ય પ્રાણી દિપડાએ ગામમાં વધુ મરઘા અને બકરાનું મારણ કર્યું છે.
અગાઉ થોડા દિવસો પહેલાં ગરબાડા તાલુકાના વડવા ગામે દિપડાએ દેખા દીધી હતી કેટલાંક મરઘાઓનું મારણ કર્યું હતું. દિપડાએ દેખા દેતાં આ ઘટના ગામના સરપંચના ઘરે લાગેલ સીસીટીવી ફુટેજમાં કેદ થઈ જવા પામ્યો હતો ત્યારે ગતરોજ પુનઃ વડવા ગામે દિપડાએ દેખા દેતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. દિપડાએ ફરીવાર મરઘા અને બકરાનું મારણ કરતાં ગ્રામજનોમાં દિપડાના આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ગ્રામજનોમાં પુનઃ ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. અગાઉ ગ્રામજનોની રજુઆતને પગલે વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે પાંજરા મુક્યાં હતાં. વન વિભાગે ગ્રામજનોને સાંજના સમયે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી અને સાવધાન રહેવા પણ જણાવ્યું હતું પરંતુ વન વિભાગ દ્વારા પાંજરામાં મારણ ન મુકતા દિપડો પાંજરે ન પુરાતો હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

