પોલીસની નાઈટ પેટ્રોલિંગની વચ્ચે ઘરફોડ તસ્કરો ચોરીને અંજામ આપતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ? : ઝાલોદ શહેરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ૧,૮૦,૦૦૦ /- ઉપરાંતની માલમત્તા પર હાથફેરો
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં આવેલ ગોકુળધામ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ ૧,૮૦,૦૦૦ ની ચોરી કરી લઈ નાસી જતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.જાેકે ઘર ફોડ ચોરીની સમગ્ર ઘટના ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. છતાંય આ ઘટનાને સમય વીત્યા થતાં સોરીને અંજામ આપનાર તસ્કરો હજી પણ પોલીસ પકડથી દૂર છે જેના પગલે નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. ગત તા.૧૯ મી સપ્ટેમ્બરના રોજ ઝાલોદ શહેરમાં આવેલ ગોકુળધામ સોસાયટીના એક બંધ મકાનમાં તસ્કરોએ મકાનના દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યાં હતો અને મકાનમાં તિજાેરીમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી મુદામાલ કુલ ૧,૮૦,૦૦૦ /- ની ચોરી કરી અંધારાના લાભ લઈ નાસી જતાં આ સંબંધે સોમાભાઈ કસુભાઈ જાતે અડ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે ઝાલોદ શહેરમાં આવેલ સોસાયટીઓમાં બે થી ત્રણ દિવસ અગાઉ પણ આ સોસાયટીમાં રાત્રીના સમયે તસ્કરોએ બંધ મકાનમાં ચોરી કરવાનો પ્રયાસો કર્યા હતા.જેના સીસીટીવી ફૂટેજ તસ્કરોના ફૂટેજ શહેરનાં ગ્રુપો તેમજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં છે જાેકે પોલીસ આ સંબંધે હાલ કોઈ નકર કામગીરી ન કરતા આશ્ચર્ય ફેલાવવા પામ્યો છે ત્યારે ઝાલોદ પોલીસ તંત્રની બેદરકારી અને અંધેર વહિવટની ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે. નવાઈની વાત એ છે કે છેલ્લાં એક મહિનાથી આ વિસ્તારની નજીક નજીક આવેલ સોસાયટીઓમાં ચોરીના બનાવો તેમજ તસ્કરો દ્વારા ચોરીઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારના રહિશોને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ ગયું તેવું જાણવા મળી રહ્યું છે. આ વિસ્તારની સોસાયટીઓમાં ચોરી ના બનાવો સામે આવતા પોલીસ તંત્રની પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઉભા થયાછે.ત્યારે આ સોસાયટીમાં અવારનવાર તસ્કરો દ્વારા ચોરીઓ કરવાનો પ્રયાસ તેમજ ચોરી થતાં આ વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાય રહ્યો છે. શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલ સોસાયટીઓમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા પુરી પાડે તેવી આ વિસ્તારના રહિશોની માંગ ઉઠવા પામી છે ત્યારે આ સોસાયટીના રહિશો દ્વારા પોલીસ તંત્રને જાણ કરી હતી.પણ પોલીસ તંત્ર દ્વારા ગત દિવસે એક ચોરીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે અને બીજી બે જગ્યાએ તસ્કરો એ ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે મકાન માલિકો દ્વારા પોલીસ તંત્રને લેખીત અરજી થીં જાણ કરવામાં આવે છે પણ આ સબંધે હાલ ગુનો નોંધાયો નથી તેવું મકાન માલિકો દ્વારા જણાવાયું હતું.