ઠેર ઠેર ઠંડા પાણી અને ખાણીપીણીના સ્ટોલ લાગ્યાં : શહેરમાં જુલુસ નીકળ્યાં : દાહોદ જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦

હજરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મ દિવસ એટલે કે ઈદે મિલાદ ઉન નબી ના પાવન અવસર નિમિત્તે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે દાહોદ શહેર સહિત જિલ્લામાં તેમજ ઝાલોદ નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય જુલુસ નું આયોજન કરી બાળકોને ચોકલેટ બિસ્કિટ કેડબરી વહેંચી પરંપરાગત રીતિરિવાજ મુજબ ઇદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી.
હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉન નબી ની ઉજવણી કરવામાં આવે છે હઝરત પયગંબર સાહેબનો જન્મ મક્કા શહેરમાં વર્ષ ૫૭૧ માં ૧૨ મી તારીખ ના રોજ થયો હતો તેમના પિતાજીનું નામ હજરત અબ્દુલ્લા અને માતાજીનું નામ બીબી આમેના હતું હઝરત પયગંબર સાહેબ ને અલ્લાહના છેલ્લા મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે હજરત પયગંબર સાહેબ ના જન્મ દિવસની સમગ્ર વિશ્વમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. દાહોદ અને ઝાલોદ નગરમાં પણ દર વર્ષે પરંપરાગત રીતે રિવાજ મુજબ ઝુલુસ નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત એ આજ રોજ ઝાલોદની જામાંમસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસની શરૂંઆત કરી નગરના વિવિધ વિસ્તારોમાં ઝુલુસ ફેરવીને જામાંમસ્જિદ પર ઝુલુસ નું સમાપન કરવામાં આવ્યું સાથેજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પણ ભવ્ય જુલુસ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઝાલોદ નગરમાં આવી પહોંચ્યા હતા અને ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલ માં ઇદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!