દાહોદ જિલ્લાના ચાકલીયા ગામેથી પોલીસે રૂા. ૧.૨૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
તંત્રી : રાધા પીઠાયા
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી ઘરની બહારથી તાડપત્રીની નીચેથી પોલીસે રૂા. ૧,૨૧,૯૬૮નો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યાંનું જ્યારે પોલીસને જાેઈ બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ ચાકલીયા પોલીસને મળેલ બાતમીના આધારે ચાકલીયા ગામે તળાવા ફળિયામાં રહેતો અનિલભાઈ સુરતાનભાઈ પણદાએ પોતાના મકાનની બહાર તાડપત્રીની નીચે વિદેશી દારૂ તંડાવી રાખેલ હોવાની બાતમી ચાકલીયા પોલીસને મળતાં પોલીસે ઓચિંતી સ્થળ પર પ્રોહી રેડ પાડતાં અનિલભાઈ તથા તેની સાથેનો શૈલેષભાઈ રમેશભાઈ નિનામા બંન્ને જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તાડપત્રીની નીચેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૪૩૨ બોટલો કિંમત રૂા. ૧,૨૧,૯૬૮ના પ્રોહી જથ્થા સાથે ચાકલીયા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.