દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે એક ફાઈનાન્સ કંપનીમાં ફરજ બજાવતાં ક્રેડીટ મેનેજર અને ફીલ્ડ ઓફીસરે ગ્રાહકોના લોનના રૂા. ૨.૪૦ લાખ ચાઉં કરી ગયાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં એક ફાઈનાન્સ કંપનીના ક્રેડીટ મેનેજર અને ફીલ્ડ ઓફિસરે એકબીજાના મેળાપીપળામાં ગ્રાહકોના લોનના કુલ રૂા. ૨,૪૦,૭૫૮ ગ્રાહકોની જાણ બહાર બારોબાર ઉપાડી લઈ ગ્રાહકો સાથે તેમજ ફાઈનાન્સ કંપની સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. જાણવા મળ્યાં અનુસાર, આ કૌંભાંડને અંજામ આપી ક્રેડીટ મેનેજર અને ફિલ્ડ ઓફિસર બંન્ને જણા ભુગર્ભમાં ઉતરી ગયાં છે અને પોલીસે તેઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે.
વલુન્ડા ગામે આવેલ ભારત ફાઈનાન્સ ઈન્ક્યુલીઝન લીમીટેડ બ્રાંન્ચમાં ક્રેડીટ મેનેજર તરીકે ફરજ બજાવતાં યોગેશભાઈ ભવાનભાઈ ઠાકોર (રહે. કોટવાલના મુવાડા, ભરોડી, તા. વીરપુર, જિ.ખેડા) અને ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતાં સંજયકુમાર ઉદેસીંગભાઈ ચાવડા (રહે. રાબડીયા, તા.લુણાવાડા, જિ. મહીસાગર) નાઓએ એકબીજાના મેળાપીપળામાં આગોતરૂં કાવતરૂં રચી પોતાના પદનો દુરૂઉપયોગ કરી અલગ અળગ તારીખોમાં ગ્રાહકોના અંગુઠા મુકાવી, સહીઓ કરાવી લોનના પૈસા જમા થયેલ નથી, જમા થયેથી લોનના પૈસા મળી જશે, નેટ ચાલુ નથી, જમા થયેથી પૈસા મળી જશે, તેવો ગ્રાહકોને વિશ્વાસ અપાવી, ગ્રાહકોના અલગ અલગ ખાતાઓમાં જમા થયેલ લોનના કુલ રૂા. ૨,૪૦,૭૫૮ ની રોકડની ગ્રાહકોની જાણ બહાર બારોબારી ઉપાડી લઈ ગ્રાહકો અને ફાઈનાન્સ કંપની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરતાં આ સંબંધે દાહોદ શહેરના સહકાર નગર નગર ખાતે રહેતાં પ્રતિકભાઈ નારણભાઈ તંવર દ્વારા ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી ઉપરોક્ત બંન્ને ઈસમોના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.