દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં બે પૈકી એકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ ગામે એક મોટરસાઈકલના ચાલકે પુરઝડપે મોટરસાઈકલ હંકારી લાવી આગળ જતી અન્ય એક મોટરસાઈકલને ઓવર ટેક મારવા જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે જ્યારે એકને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં છે. ગત તા.૦૨ નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ છાયણ ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે આગળ મોટરસાઈકલ લઈ જતાં ચેતનભાઈ તેરસીંગભાઈ ભુરીયા (રહે. ચાટકા, તળાવ ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાની મોટરસાઈકલને ઓવરટેક મારવા જતાં ચેતનભાઈ અને તેમની સાથેના કલ્પેશભાઈ મેદુભાઈ ભુરીયા બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં બંન્નેને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન કલ્પેશભાઈનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે ચાટકા ગામે તળાવ ફળિયામાં રહેતાં મેદુભાઈ કલાભાઈ ભુરીયાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.