મોટર સાયકલના પસંદગી નંબર માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
રિપોર્ટર – નીલ ડોડીયાર
દાહોદ, તા. ૫ :
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,એ અખબારી યાદી માં જણાવ્યું છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ માટે નવી સીરીઝ GJ20BC શરૂ કરવામાં આવનાર હોય, ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઓનલાઇન હરાજી કરાશે. ઓનલાઇન અરજી તા. ૧૨/૧૧/૨૦૨૨ સાંજે ૪ વાગ્યા થી ૧૪/૧૧/૨૦૨૨ સાંજે ૩.૫૯ રહેશે. ઇ ઓકશન શરૂ કરવાની તા. ૧૪-૧૧-૨૦૨૨, સાંજે ૪ વાગ્યાથી તેમજ સમાપ્ત કરવાની તા. ૧૬-૧૧-૨૦૨૨ સાંજે ૪ વાગ્યે રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટે http://parivahan.gov.in/fancy ઉપર નોંધણી સહિતની કાર્યવાહી કરવાની રહેશે.

