ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરે અન્નકૂટ અને તુલસી વિવાહ મહિલા મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
રિપોટર – પંકજ પંડિત


ઝાલોદ પંચાલ સમાજની મહિલા મંડળની બહેનો દ્વારા આજ રોજ 05-11-2022 શનિવારના રોજ અન્નકૂટ અને તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું, ઢોલ નગારા સાથે તુલસી વિવાહનો પ્રોગ્રામ મંદીર પરિસરમાં ધાર્મિક વાતાવરણની વચ્ચે યોજાયો હતો, તેમાં પંચાલ સમાજના લોકો મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા. સવારે ૧૨ વાગ્યે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે અન્નકૂટના દર્શનનું આયોજન કરાયું સાંજે મહા આરતી અને ત્યાર બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન પંચાલ સમાજની મહિલા મંડળ દ્વારા સફળ રીતે કરવામાં આવ્યું હતું.

