દાહોદના ગોદીરોડ પર આવેલા કાર વોશિંગના ગેરેજમાં અસ્થિર મગજનો યુવક આવી જતાં હોબાળો મચાવ્યો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૯

દાહોદના ગોદીરોડ પર આવેલા કાર વોશિંગના ગેરેજમાં અસ્થિર મગજનો યુવક આવી જતાં હોબાળો કરતા સ્થાનિક નગર સેવકને જાણ કરાતા અસ્થિર મગજના ઈસમને એના આસામના મિત્રોને સોપાયો હતો.

આજરોજ દાહોદના ગોદીરોડ પર આવેલા એક કાર વોશિંગ ગેરેજમાં એક અજાણ્યો ઈસમ જે અસ્થિર મગજનો હોય જે ગેરેજમાં અચાનક ઘુસી ગયો હતો અને હોબાળો કરતા સ્થાનિકોએ વોર્ડ નંબર એકના નગર સેવક લખન ભાઇ રાજગોરને જાણ કરતા નગર સેવક સ્થળ પર પહોંચી જતા એ ઈસમને તેમના કાર્યાલય પર લવાયો હતો અને એની ભાષા પરથી અન્ય રાજ્યનો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે એના પાસેના આઈ.ડી કાર્ડથી તે આસામનો રહેવાસી હોવાનું જાણવા મળયું હતું ત્યારે એના પરીવારથી સંપર્ક કરી જાણવા મળ્યું હતું કે એ આસામથી અમદાવાદ કામ કરવા નીકળ્યો હતો ત્યારે એમના પરીવાર દ્વારા દાહોદમાં રહેતા આસામના યુવકોનો સંપર્ક કરી એ લોકોએ લખન ભાઇ રાજગોરનો સંપર્ક કર્યો હતો અને લખનભાઇ રાજગોરએ એ યુવકને આસામના યુવકોને સોંપવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: