મધ્યપ્રદેશની 25 વર્ષથી મહિલાની મોટી ગાંઠનું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સફળ શસ્ત્રક્રિયા વડે દૂર કરાઈ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
મધ્યપ્રદેશના દર્દી જેઓને લાંબા સમયથી પેટની મોટી ગાઠ હતી.આ મહિલાએ ગાંઠની સારવાર જુદા જુદા હોસ્પીટલમાં કરાવી હતી પરંતુ કોઈ ફાયદો ન પડતા આખરે કંટાળેલી મહિલા ઝાયડસ હોસ્પિટલ,દાહોદ ખાતે બતાવી હતી. જ્યાં હોસ્પિટલના તબીબો એ તેમને દાખલ કરીને બધી તપાસ કરાવ્યા પછી તેમને પેટમાં મોટી ગાઠ હોવાનું માલુમ પડ્યું (Retroperitoneal Tumours) આ ગાઠ શરીરની મુખ્ય નસોની ઉપર હોઈ છે. ઓપરેશન દરમિયાન ખુબજ જોખમ હોય છે પરંતુ ઝાયડસ હોસ્પિટલમાં આ જોખમ લઈને સફળતાપૂર્વક ગાઠ કાઢવામાં આવી છે જેનું વજન 3 KG છે. અને 25×10×5 cm ની ચાર ગાઠ કાઢવામાં આવી હાલમાં દર્દીની સ્થતિ સારી છે. આ ઓપરેશન ઝાયડસ હોસ્પિટલના સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, તેમજ એનેસ્થેસિયામાં ડો.શિવાની પટેલ તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.