રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રાષ્ટ્રગીત ના સન્માનમાં મુસાફરો ઉભા થઇ ગયા
નરેશ ગનવાણી – બ્યરોચીફ નડિયાદ
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રાષ્ટ્રગીત ના સન્માનમાં મુસાફરો ઉભા થઇ ગયા
નડિયાદ ખાતેના રેલવે સ્ટેશન પાસે આવેલી એક ખાનગી શાળામાં દરરોજ સવારે પ્રાર્થના પછી રાષ્ટ્રગાન કરવામાં આવે છે.
આ રાષ્ટ્રગાન દરમિયાન નજીક આવેલા રેલવે સ્ટેશન પર આ રાષ્ટ્રગાનનો અવાજ સંભળાતા લોકો જ્યાં હોય ત્યાં ઊભા થઈ
જાય છે અને શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગીતને સન્માન આપે છે. આમ અહીંયા રાષ્ટ્રગાન સંભળાતા મુસાફરો પ્લેટફોર્મ પર ઊભા થઈ રાષ્ટ્રનું સન્માન કરે છે. જે ગૌરવવંતી બાબત છે. મહત્ત્વનું છે કે, કોઈએ આ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. જે ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગીતને સન્માન આપીને મુસાફરો પ્લેટફોર્મ પર ઊભા થઈ ગયા છે