દાહોદ જિલ્લામાં મારામારીના કુલ આઠ બનાવોમાં ૧૦ ઉપરાંત લોકોને ઈજા

દાહોદ તા.૩
દાહોદ જિલ્લામાં જુદી જુદી આઠ જેટલી જગ્યાઓએ જુદા જુદા કારણોસર મારા મારીના બનેલા આઠ બનાવોમાં લોખંડની પાઈપ, લાકડીઓ, પાઈપો વિગેરે જેવા મારક હથિયારો ઉછળતા ૧૦ ઉપરાંત મહિલા સહિત વ્યÂક્તઓને ગંભીર તથા ઓછી વત્તી ઈજાઓ થયાનું જાણવા મળે છે. તમામ બનાવો થયેલ ધિંગાણાના પગલે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
મારામારીનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના દશલા ગામે બનવા પામ્યો હતો જેમાં દશલા ગામે તડવી ફળિયામાં રહેતા રંગેશભાઈ પ્રતાપભાઈ પરમારે અગમ્યકારણોસર પોતાના જ ગામમાં રહેતા અરવિંદભાઈ તથા હસમુખભાઈને સાથે ઝઘડો તકરાર કરી લાતો મારી રંગેશભાઈ હાથમાં કુહાડી લઈ દોડી આવ્યા હતા અને હસમુખભાઈને કુહાડી મારી મોંઢાના ભાગે ઈજા પહોંચાડતા આ સંબંધે સુમલાભાઈ બચુભાઈ પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો બીજા બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઉચવાણ ગામે બનવા પામ્યો હતો જેમાં ઉચવાણ ગામે રહેતા શનાભાઈ મથુરભાઈ, દિપસીંગભાઈ અમરાભાઈ, ભીમસીંગભાઈ મોતીભાઈ તમામ જાતે પટેલ નાઓએ પોતાના જ ગામમાં મોટા ફળિયામાં રહેતા રમીલાબેન પર્વતભાઈ પટેલના ઘરે આવી બેફામ ગાળો બોલતા હતા અને કહેવા લાગેલ કે, તમોએ ચાંદીના આપેલા તે દાગીના કેમ માંગો છો, તેમ કહી હાથમાં લોખંડના સળીયા લઈ દોડી આવ્યા હતા અને રમીલાબેનના બંન્ને પગના ભાગે, ખભાના ભાગે, પર્વતભાઈ મથુરભાઈના બંન્ને પગે,ઢીંચણ,સાથળના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે રમીલાબેન પર્વતભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો ત્રીજા બનાવ લીમખેડા તાલુકાના અંબા ગામે બનવા પામ્યો હતો જેમાં અંબા ગામે નિશાળ ફળિયામાં રહેતા મથુરભાઈ બચુભાઈ નીનામા, રમેશભાઈ માલાભાઈ તડવીનાઓએ પોતાના જ ગામમાં માલ્કા ફળિયામાં રહેતા નરસીંગભાઈ પુનીયાભાઈ તડવીના ઘરે આવી બેફામ ગાળો બોલી કહેવાલ લાગેલ કે, તુ મોટો ગામનો આગેવાન થઈ ગયો છે અને અમોને જે તે કામની વાતોમાં નડતો હોય છે, જેથી તને આજે મારી નાંખવાનો છે તેમ કહી હાથમાની લાકડી વડે નરસીંગભાઈને પગને તથા શરીરે માર મારી ઈજાઓ પહોંચાડતા આ સંબંધે ઈજાગ્રસ્ત નરસીંગભાઈ પુનીયાભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો ચોથો બનાવ ઝાલોદ તાલુકાના ચાટકા ગામે બનવા પામ્યો હતો જેમાં ચાટકા ગામે તળાવ ફળિયામાં રહેતા કમલેશભાઈ મીઠાભાઈ ભુરીયા, બાબુભાઈ ગલાભાઈ ભુરીયા, વિક્રમભાઈ મીઠાભાઈ ભુરીયા અને દિનેશભાઈ દલાભાઈ ભુરીયાનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા મકનભાઈ કલાભાઈ ભુરીયા તથા સુમીલાબેનને અગમ્યકારણોસર બેફામ ગાળો બોલી સુમીલાબેનને માથાના ભાગે લોખંડની પાઈપ મારી બ્રેઈન હેમરેજ કરી મકનભાઈને લાકડીથી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મકનભાઈ કલાભાઈ ભુરીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો પાંચમો બનાવ ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે બનવા પામ્યો હતો જેમાં પરથમપુર ગામે ધોળી દાંતી ફળિયામાં રહેતા અલ્કેશભાઈ પુંજાભાઈ હઠીલા, દીનેશભાઈ બચુભાઈ હઠીલા, વિક્રમભાઈ લાલસીંગભાઈ હઠીલા, તથા કલસીંગભાઈ રૂપાભાઈ હઠીલાનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા દોદરભાઈ ગજાભાઈ હઠીલાના
આભાર – નિહારીકા રવિયા ઘરે આવી બેફામ ગાળો બોલી જમીન સંબંધી મામલે ઝઘડો તકરાર કરી ખુમાનભાઈને માથાના ભાગે તલવાર મારી, નીકેશભાઈને લાકડીથી તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે કોદરભાઈ ગજાભા હઠીલાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો છઠ્ઠો બનાવ દાહોદ તાલુકાના ખરેડી ગામે બનવા પામ્યો હતો જેમાં ખરેડી ગામે તળાવ ફળિયામાં રહેતા વસંતભાઈ મલાભાઈ કલારા, ટીનુભાઈ મલાભાઈ કલારા તથા હિતેશભાઈ વાસંતભાઈ કલારાનાઓએ પોતાના જ ફળિયામાં રહેતા ઈલાબેન કલસીંગભાઈ નિનામાને તથા તેમના પતિ કલસીંગભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, હું અંધારામાં લઘુશંકા કરવા જતો હતો ત્યારે તે કહેલ કે તુ કોણ છે તો હું તને બતાવુ કે હું કોણ છું, તેમ કહી ઉપરોક્ત ત્રણેયએ ભેગા મળી કલસીંગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી તથા કૈલાશભાઈને લાકડી વડે માર મારી શરીરે,હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈલાબેન કલસીંગભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો સાતમો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના શારદા ગામે બનવા પામ્યો હતો જેમાં શારદા ગામે હનુમાન ફળિયામાં રહેતા શનીબેન માનસીંગભાઈ બારીઆ પોતાના પતિ માનસીંગભાઈને અગાઉ જંગલ ખાતામાં મજુરી કરવા ગયેલ જેના રૂપીયા આવ્યા કે કે કેમ તે અંગે શનીબેને પોતાના પતિ માનસીંગભાઈને પુછતાં એકદમ ઉશ્કેરાયેલ ગયેલ માનસીંગભાઈ, તું મને પુછવાવાણી કોણ તેમ કહી બેફામ ગાળો બોલી માનસીંગભાઈએ પોતાની પÂત્ન શનીબેનને ગડદાપાટ્ટુનો માર મારી કાલમભાઈ જશુભાઈ બારીઆ તથા કલસીંગભાઈ જશુભાઈ બારીઆ એ શનીબેનને આ બૈરી નખરાવાળી છે અને ઘરમાં ખોટા ઝઘડા કરાવે છે, આજે એને પુરી નાંખી જંગલમાં ફેંકી આવીયે તેમજ કહી તમામે શનીબેનને ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા આ સંબંધે પતિ સહિત ઉપરોક્ત ત્રણેયને ચંગુલમાંથી છુટી શનીબેન સાગટાળા પોલીસ મથકે આવી પતિ સહિત ત્રણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મારામારીનો આઠમો બનાવ લીમખેડા તાલુકાના ચૈડીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ચૈડીયા ગામે નિશાળ ફળિયામાં રહેતા મથુરભાઈ ધનીયાભાઈ તડવી, ગોપાભાઈ ધનીયાભાઈ તડવી, દિપાભાઈ ધનીયાભાઈ તડવી તથા સંજયભાઈ રમણભાઈ તડવીનાઓએ પોતાના ફળિયામાં રહેતા વિનોદભાઈ ખુમસીંગભાઈ તડવીના ઘરે આવ્યા હતા અને તે સમયે વિનોદભાઈ તથા તેમના પરિવારજનો તેઓના ઘરે નવુ મકાન બનાવવા સારૂ માપણી કરતાં હતા તે સમયે ઉપરોક્ત ચારેય જણા ત્યા આવી બેફામ ગાળો બોલી, લાકડીઓ લઈ દોડી આવી, અમારી જમીનમાં કેમ મકાન બનાવો છો તેમ કહી વિનોદભાઈ, મંગીબેન, વેસ્તાભાઈ, કાન્તાબેન વિગેરેને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ધિંગાણુ મચાવતા આ સંબંધે વિનોદભાઈ ખુમસીંગભાઈ તડવીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!