કપડવંજમાં આવેલ ભૂતિયા ગામેથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાયો

નરેશ ગંનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ
એસઓજીને ચોક્કસ બાતમીમળી હતીકપડવંજ તાલુકાના ભુતિયાતાબેના કૃપાજીના મુવાડા ગામેગેરકાયદેસર ગાંજાની ખેતીથતી હોવાની ચોક્કસ બાતમી જિલ્લાની સ્પેશિયલ ઓપરેશનગ્રુપ (SOG) પોલીસને મળી હતી. જેના કારણે ગતરોજ સવારે આ બાતમીના આધારે એસઓજી પોલીસે સરકારી અને ખાનગી વાહનોમાં બેસી બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી.જ્યાં કૃપાજી મુવાડાની સીમમાં આવેલા માનસિંહ સોમાભાઈ ઝાલા અને શંકર સોમાભાઈ ઝાલાના ખેતરમાંથી પોલીસે એરંડા, તુવેર, કપાસના વાવેતરની આડમાં ગાંજાના છોડ છુટાછવાયાં જોયાહતા. જે બાબતે માનસિંહ સોમાભાઈ ઝાલાને સાથેરાખી ખેતરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન વનસ્પતિજન્ય માદક પદાર્થ છુટાછવાયાં ગાંજાના લીલા છોડ કુલ ૩૩૧ મળી આવ્યાં હતા. ગાંજાના છોડને જમીનમાંથી ઉખાડી એફએસેલની હાજરીમાં વજન કરવામાં આવ્યું હતું. જેનું કુલવજન ૫૪૯ કિલો જેની કુલ કિંમત રૂપિયા ૫૪ લાખ ૯૮ હજાર છે. પોલીસે આ ગાંજા પ્રકરણમાં બન્ને સગાભાઇઓ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ એક્ટ હેઠળ ગુનોં નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં બે સગાભાઈઓ પૈકી એક માનસિંહ ઝાલા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે તો અન્ય એક શંકર ઝાલા ફરાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!