દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ચાંદલાવિધિમાં ડી.જે.પર નાચવા મામલે ત્રણને માર માર્યાે
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ચાંદલા વિધિમાં નાચવા મામલે એખ મહિલા સહિત બે જણાને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે તેમજ મોઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ડામોર ફળિયામાં રહેતા કાળુભાઈ નાથુભાઈ ડામોર, શકરાભાઈ નાથુભાઈ ડામોર, રસુલભાઈ મતાભાઈ ડામોર તથા રાહુલભાઈ કાળુભાઈ ડામોરનાઓએ પોતાના જ ગામમાં ડામોર ફળિયામાં રહેતા વરસીંગભાઈને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, રાહુલની ચાંદલા વિધિ હતી તેમાં અમારા મહેમાનોને કેમ નાચવા નદી દીધેલ તેમ કહેતા વરસીંગભાઈએ કહેલ કે, અમોને ચાંદલા વિધિમાં તેડલ નહી અને આ તમારા મહેમાનો અમારા ચણાના ખેતરમાં ડીજે વગાડી નાચતા અમારા ચણા, તુવેરના ખેતરમાં નુકસાન થતુ હતુ પરંતુ અમોએ તમારા મહેનામનો નાચવાની ના પાડી નથી, તેમ કહેતા ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાય જઈ વરસીંગભાઈ, ઉમેશભાઈ અને મુનીબેનને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ મોંઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે દાહોદ તાલુકાના ઝરીખુર્દ ગામે ડામોર ફળિયામાં રહેતા ગેંન્દાબેન ગોરસીંગભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.