દાહોદ તાલુકાના વડબારા ગામે વીજ ચેકીંગ માટે ગયેલ ટીમને તેઓની ફરજમાં રૂકાવટ ઉભી કરતો એક મકાન માલિક
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
વીજ ચેકીંગ માટે દાહોદ તાલુકાના વડબારા ગામે ગયેલ મધ્ય ગુજરાત વીજ કંપનીની ટીમને એક મકાન માલિક દ્વારા એમ.જી.વી.સી.એલ.ની ટીમને બેફામ ગાળો બોલી કાયદેસરની સરકારી કામગીરીમાં દખલ કરતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
મધ્ય ગુજરાતની વીજ કંપનીની ટીમ ગતરોજ વડબારા ગામે વીજ ચેકીંગ માટે ગઈ હતી જ્યાં ગામમાં રહેતાં નન્નુભાઈ ભુરીયાના ઘરે વીજ ચેકીંગ માટે ગયાં હતાં જ્યાં વીજ ચેકીંગ કરી રહેલ અને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતાં કેશવસિંહ બામણીયા, મહેશભાઈ પરમાર અને વિજભાઈ પટેલીયા વિગેરે તેઓની ટીમને ઉપરોક્ત મકાન માલિક દ્વારા બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, હું તમને મારા ઘરમાં વીજ ચેકીંગ નહીં કરવા દઉં, તમારાથી થાય તે કરી લો, તેમ કહી બેફામ ગાળો બોલી વીજ કર્મચારીઓની ટીમને તેઓની સરકારી કાયદેસરની કામગીરીમાં અડચણ ઉભી કરતાં આ સંબંધે મધ્યગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતાં અજયકુમાર મીણાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.