ઝાલોદ પ્રાંત કેમિસ્ટ એસોસીએશનની કારોબારી મીટિંગ માનગઢ ખાતે યોજાઈ

રિપોટર પંકજ પંડિત – ઝાલોદ

ઝાલોદ પ્રાંત કેમિસ્ટ એસોસીએશનની કારોબારી મીટિંગ માનગઢ ખાતે યોજાઈ

ઝાલોદ, લીમડી, સંજેલી ,સુખસર, ફતેપુરા ના તમામ કેમિસ્ટોએ મીટીંગમાં ભાગ લીધો

તારીખ ૧૮-૧૨-૨૦૨૨ રવિવારના રોજ ઝાલોદ પ્રાંતના તમામ કેમિસ્ટ ડ્રગ એસોસિએશનની મીટીંગ માનગઢ ખાતે યોજાઈ હતી. આ મીટીંગમાં ઝાલોદ, સુખસર, લીમડી, સંજેલી,ફતેપુરાના તમામ કેમિસ્ટો એ ભાગ લીધો હતો. આ મૈત્રી મીટિંગ નવી કારોબારીની રચના માટે યોજાઈ હતી. આ મીટીંગમાં દરેક કેમિસ્ટ પરિવાર સાથે ભેગા થયા હતા. દરેક કેમિસ્ટો દ્વારા પોત પોતાના વિસ્તારમાંથી એક વાહન કરી માનગઢ ખાતે સવારે ૧૨ વાગ્યે પહોંચ્યા હતા. પ્રકૃતિની ગોદમાં આવેલ માનગઢ ધામ ખૂબ જ સુંદર અને આહ્લાદક હોઈ સહુ કોઈએ ખૂબ જ સુંદર વાતાવરણમાં મિલન ગોષ્ટિ કરી હતી. ત્યાં પહોંચ્યા પહેલા સહુ કોઈએ ચા-નાસ્તો કરી કારોબારીની મીટિંગ ચાલુ કરી હતી. આ કારોબારી મીટિંગના સામાન્ય સભાના પ્રમુખ વડીલ બનવારીલાલજી અગ્રવાલને પ્રમુખ બનાવ્યા હતા. આ કારોબારી મીટીંગમાં સહુ કોઈ કેમિસ્ટ દ્વારા પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો અને સાથે સાથે દરેક કેમિસ્ટનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બધાં કેમિસ્ટોની સંમતિથી કારોબારીની રચના કરવામાં આવી હતી. ઉપસ્થિત સહુ કેમિસ્ટ માટે હરવા ફરવા ઉપરાંત રમત ગમત સાથે ચા-નાસ્તો તેમજ બે ટાઇમ જમવાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.સાથે સાથે ડૉ રેડ્ડી ફાર્મા દ્વારા c.m.c રાખી પ્રોડક્ટ પણ લોન્ચ કરેલ હતી. આ સમગ્ર આયોજન ઝાલોદ પ્રાંતના કેમિસ્ટ એસોસીએશનના પ્રમુખ ગોરધનભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: