વણસર પાસે હોટલ નજીક પાર્ક કરેલ ટ્રકમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

નડિયાદ
માતરના વણસર ગામ પાસેની એક હોટલ નજીક પાર્કકરેલ ટ્રકમાંથી પોલીસેબાતમીના આધારે વિદેશીદારૂપેટી નંગ ૧૭૪ બોટલ નંગ૨૦૦૮ કુલ કિંમત રૂપિયા૧૧,૬૭,૭૨૦નો જથ્થો ઝડપી
પાડ્યો છે. વિદેશી દારૂનાજથ્થાની હેરાફેરી કરતા ચાલકસહિતના શખ્સો ટ્રક બિનવારસી મૂકી ફરાર થઈ ગયા હતામાતર પોલીસને બાતમી મળી હતી કે વણસર ગામ ખાતે રોડ પર આવેલ એક હોટલ નજીકખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રકઉભી છે. જેના પગલે પોલીસટીમે તુરંત ત્યાં જઈ છાપો માર્યો હતો. પોલીસે ત્યાં ઉભેલબાતમીવાળી ટ્રક ની તલાશી હાથ ધરી હતી. પોલીસને ટ્રકમાં પાછળના ભાગે થીવિદેશીદારૂની પેટી નંગ ૧૭૪જેમાં બોટલ નંગ ૨૦૦૮ કિંમતરૂપિયા ૧૧,૬૭,૭૨૦નો જથ્થો હાથ લાગ્યો હતો. જોકે પોલીસ આવતીહોવાની ગંધ આવી જતા ચાલકસહિત વિદેશી દારૂની આ જથ્થાની હેરાફેરી કરતા શખ્સો પોલીસ પહોંચે તે પહેલાં ત્યાંથી ટ્રક બિનવારસી મૂકીફરાર થઈ ગયા હતા.પોલીસે વિદેશી દારૂનોજથ્થો તેમજ ટ્રક મળી કુલરૂપિયા ૨૬,૬૭,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. માતર પોલીસે આમામલે ગુનો નોંઘી ટ્રકમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતાફરાર થઈ ગયેલા શખ્સોનેઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: