દાહોદ જિલ્લા ના ફતેહપુરા ગામે ૫૫ વર્ષ ના વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યું

નીલ ડોડીયાર

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લા માં કોરોના સંક્રમણનો એક કેસ નોંધાંવા પામ્યો છે. આ કેસ ફતેપુરામાં રહેતાં એક આધેડ વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને આઈસોલ્યુશનમાં રાખવામાં આવ્યાં છે.

ચીન સહિત અન્ય દેશોમાં કોરોના સંક્રમણે હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે ભારત દેશમાં પણ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે દેશની સરકાર તેમજ આરોગ્ય ટીમ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે ગુજરાત સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરી દેવામાં આવ્યું છે એવામાં દાહોદ જિલ્લાની વાત કરીએ તો લાંબા સમય બાદ દાહોદ જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાંવવા પામ્યો છે. આ કેસ ફતેપુરા તાલુકામાં રહેતાં આશરે ૫૫ વર્ષીય આધેડ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાતાં તેઓના સેમ્પલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યાં હતાં અને તેઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાંની સાથે દાહોદ જિલ્લામાં ફફડાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે આ આધેડ વ્યક્તિને હાલ આઈસોલ્યુશનમાં રાખવામાં આવ્યાં છે ત્યારે આ વ્યક્તિના સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓનું પણ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તેઓને પણ હોમ ક્વોરેન્ટાઈ કરી તેઓના પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના રિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો એક પોઝીટીવ કેસ સામે આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: