ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મોક્ષધામ ખાતે સ્વેચ્છીક સાફ સફાઈ અભિયાન કાર્ય હાથ ધરાયું
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મોક્ષધામ ખાતે સ્વેચ્છીક સાફ સફાઈ અભિયાન કાર્ય હાથ ધરાયું
નવીન મોક્ષરથ માટેનું વાહન પણ નગરના સહયોગથી લાવવામાં આવ્યું
માનવીનું અંતિમ ધામ એટલે મોક્ષ ધામ. લીમડી નગરમાં થોડા દિવસ અગાઉ નવીન મોક્ષ રથ માટેનું બીડું નગરના સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું. થોડા દિવસોમાં જ નગરજનોનાં સહયોગથી નવિન મોક્ષ રથ માટેનું ફંડ ભેગું થઈ ગયેલ હતું. ત્યારબાદ નગરના કાર્યકર્તાઓ દ્વારા નવીન મોક્ષ રથ વાહન પણ લઈ આવવામાં આવી ગયેલ છે અને તેને હવે મોક્ષ રથ બનાવવા મોકલવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહેલ છે.
માણસના મૃત્યુ પછીનો છેલ્લો વિસામો એટલે મોક્ષ ધામ , લીમડી નગરના મોક્ષ ધામ ખાતે લીમડી નગરના કાર્યકર્તાઓ દ્વારા સાફ સફાઈ કરી જમીન સમતલ કરવાનું અભિયાન ચાલુ કરેલ છે. ત્યાં સ્વૈચ્છિક લોકો પોતાની સેવા આપી સ્થળ પર હાજર રહી કાર્યકર્તાઓ સાથે કામગીરી કરી રહેલ છે.નગરજનો આ સેવામાં સ્વૈચ્છિક રીતે જોડાઈ કાર્યકર્તાઓમાં આત્મ વિશ્વાસનો વધારો કરાવી રહ્યા છે. કાર્યકર્તાઓ પણ મોક્ષ ધામને સારું બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે જેમાં નગરજનો દ્વારા સરસ સહકાર મળી રહ્યો છે.