સંજેલી ન્યુ પાર્થ નવોદયમાં તાલીમ મેળવીને નવોદય મેરિટમાં સ્થાન પામીને ગૌરવ વધારતી રિયાબેન ડામોર
અજય સાસી
સંજેલી ન્યુ પાર્થ નવોદયમાં તાલીમ મેળવીને નવોદય મેરિટમાં સ્થાન પામીને ગૌરવ વધારતી રિયાબેન ડામોર
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે ત્યારે નવોદય વિદ્યાલય ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દિલ્હી દ્વારા ચાલતી CBSC અભ્યાસક્રમની નિવાસી શાળા છે. જેમાં ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવીને ડામોર રિયાબેન નવીનભાઈ મુ.પો સરસ્વા તા. સંતરામપુર જી. મહીસાગર ધોરણ ૬ માટેની પરીક્ષામાં એડમીશન મેરિટમાં સ્થાન મેળવીને માતાપિતાનું , શાળાનું, ગામનું, તાલુકાનું તેમજ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીનું ગૌરવ વધાર્યું છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ ડામોર રિયાબેનને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ન્યુ પાર્થ એજ્યુકેશન ટીમ દ્વારા તેમના પિતા શ્રી નવીનભાઈ સરદારભાઈ ડામોરની મુલાકાત કરીને માર્ગદર્શક શિક્ષક શ્રી અશ્વિનભાઈ સંગાડા, રાજુભાઈ મકવાણા તેમજ દિલીપભાઈ મકવાણાએ અભિનંદન પાઠવ્યા હતા અને ઉતરોતર પ્રગતિના શિખરો સર કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.


