ડાયમંડનું પાર્સલ આવ્યું છે કહી ગઠિયાએ ૬ લાખ ખંખેરી લીધા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ
કપડવંજ શહેરના અંતિસરદરવાજા પાસે રહેતા ૨૩ વર્ષીયહેમલતાબેન રાજમલ શાહનાગત ૧૨મી ડિસેમ્બરના રોજતેમના મોબાઈલ પર અજાણ્યાનંબર ઉપરથી ફોન આવ્યો હતો અનેજણાવેલ કે હું દિલ્હી કસ્ટમ વિભાગમાંથી દિલ્હી એરપોર્ટમાંથીબોલું છું તમારું કુરિયર આવેલ છે. જેથી હેમલતાબેને પૂછતાકોણે કુરિયર મોકલેલ છે તો જણાવેલ કે લેવીસમાંથી આવેલ છે. જેની રીસીપ્ટ અને મોબાઈલ નંબર પણ હેમલતાબેનને મોકલી આપ્યો હતો.જેથી હેમલતાબેનને વિશ્વાસ થતા ઉપરોક્ત લેવીસને ફોન કર્યો હતો. ત્યારબાદ કુરિયરના ફોન ઉપરથી ફોન આવેલો અને જણાવ્યું હતું કે, તમારું કુરિયર સ્ટોપ થઈ ગયું છે અને તેમાં ડાયમંડ અને પાઉન્ડ છે જેનો સરકારી ટેક્સ લાગશે જેનું સર્ટિફિકેટ ઈસ્યુ થશે જેથી યુવતીએ તે સર્ટિફિકેટ માંગતા અન્ય નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આ બેન્ક એકાઉન્ટ નંબર બ્રાન્ચ ન્યુ દિલ્હી ખાતે ૫૫ હજાર મોકલી આપો. આથી યુવતીએ બેંકમાંથી NEFT આ નાણાં કર્યા હતા.ત્યારબાદ પાર્સનલ સ્કેનના નામે તેમજ સર્ટિફિકેટ ઈસ્યુ કરવાના નામે અને પાર્સલ તૈયાર થઈ ગયુહોવાનું જણાવી એમ જુદી જુદી રીતે કુલ રૂપિયા ૬ લાખ જેટલા પડાવી લીધા હતા. ૬ લાખ આપ્યા બાદપણ આ ગઠીયાએ ડાયમંડનું પાર્સલ આપ્યું નહીં. જેથી યુવતીએ તપાસ કરતા તેણીની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા સમગ્ર બનાવ અંગે હેમલતાબેન એ અજાણ્યા નંબર ધારક સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૨૦ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.