લીમખેડા કોર્ટ દ્વારા ટૂંકા સમયમાં ઐતિહાસિક ચુકાદો
રિપોટર -અભેસિંહ રાવલ લીમખેડા
લીમખેડા કોર્ટ દ્વારા ટૂંકા સમયમાં ઐતિહાસિક ચુકાદો
સિંગવડ તાલુકાના છાપરી ગામે પાંચેક વર્ષ અગાઉ નદીના પાણીમાં ડુબાડિયાનું વહેમ તેમજ ચૂંટણીની અદાલત રાખી મકાનમાં તોડફોડ તેમજ લુટ કરતા આરોપીઓને લીમખેડા ચોથા એડિશનલ સેશન જજ એમ. એ મિર્ઝા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને પાંચ વર્ષ ની સાદી કેદ તથા પ્રત્યેક આરોપીઓને 2000 નો દંડ અદાલતે ફટકાર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકાના છાપરી ગામના (1) નરવતભાઈ છગનભાઈ બારીયા (2) નિમનભાઈ મગનભાઈ બારીયા (3) ભોપત ભાઈ સોરમ ભાઈ બારીયા (4) મહેશભાઈ ભીમસિંહભાઈ પટેલ (5) કાળુભાઈ સોરમ ભાઈ બારીયા (6) અરવિંદભાઈ લખુભાઈ પટેલ તેમના સગા મનોજભાઈ પર્વતભાઈ ને ફરિયાદી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર ના જેઠ તેરસિંગભાઈ ડામોર ઉપર નદીના પાણીમાં ડુબાડી દીધેલાનો વેમ રાખી તેમજ ચૂંટણીની અદાવત રાખી આરોપીઓ એક સંપ કરી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર ના ઘરે તોડફોડ લૂંટ કરી જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચારી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર તારીખ.12-9-2017… રોજ રણધીકપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવામાં આવી હતી
આ કેસ ચોથા એડિશનલ સેશન જજ એમ એ મિર્ઝા ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શૈલેષભાઈ તડવીની દલીલો ધ્યાને રાખી આરોપીઓને આઈપીસી કલમ 436, 149 દાખલ કરી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા પ્રત્યેક આરોપીને 2000નો દંડ અદાલતે ફટકાર્યો હતો

