શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ દ્વારા “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” અંગે કાર્યક્રમ યોજાયો

રિપોટર – નીલ ડોડીયાર – દાહોદ

શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, દાહોદ દ્વારા “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” અંગે કાર્યક્રમ યોજાયો

ગુર્જર ભારતીય ટ્રસ્ટ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કૉલેજમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા “ડિઝાસ્ટર મેનેજમેન્ટ” અંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે (ડાયરેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગુજરાત સ્ટેટ) અમદાવાદથી પધારેલ શ્રી તુષારભાઈ ઠક્કર, માનદ મંત્રી રેડ ક્રોસ સોસાયટી દાહોદથી આવેલ શ્રી જવાહરભાઈ શાહ તેમજ શ્રી એન કે પરમાર અને નરેશભાઈ ચાવડા બ્લડ બેન્ક કન્વીનર રેડ ક્રોસ સોસાયટી દાહોદ તથા કૉલેજના આચાર્યા ડૉ. પારૂલસિંહ, કૉલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શ્રી તુષારભાઈ ઠક્કરે કૉલેજના વિદ્યાર્થીઓને આપત્તિના સમયે ઉદભવતી સમસ્યાઓ જેવી કે ભૂકંપ, પૂર, માર્ગ અકસ્માતમાં ઉદભવતી સમસ્યાઓ વખતે ઘાયલ દર્દીને હોસ્પિટલ પહોંચાડતા પહેલા પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી તે અંગે વિસ્તૃત જાણકારી આપી સાથે હાર્ટએટેક આવેલ દર્દીને CPR થી હૃદયને પુનઃકાર્યાન્વિત કરી વ્યક્તિની જિંદગી કેવી રીતે બચાવી શકાય તેનો ડેમો બતાવ્યો હતો. ત્યાર બાદ માનદ મંત્રી શ્રી જવાહરભાઈ શાહે બ્લડ બેન્ક અંગે જાણકારી આપી હતી અને વિદ્યાર્થીઓને રેડ ક્રોસ સોસાયટીમાં જોડા માટે પ્રોત્સાહીત કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: