કલેકટર અધ્યક્ષતામાં મહેમદાવાદના ઘોડાલી ગામ ખાતે રાત્રી સભા યોજાઇ

નરેશ ગનવણી બ્યરોચીફ – નડિયાદ

કલેકટર અધ્યક્ષતામાં મહેમદાવાદના ઘોડાલી ગામ ખાતે રાત્રી સભા યોજાઇ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ઘોડાલી ગામ ખાતે કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં હાજર રહેલ તમામ ગ્રામજનોના પ્રશ્નોને કલેકટરશ કે.એલ.બચાણી દ્વારા સાંભળવામાં આવ્યા અને ગ્રામજનોના પ્રશ્નોના નિવારણ માટે સંકલનના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. .કલેક્ટર દ્વારા રેશનકાર્ડ, ખેતીવાડી વિભાગની યોજનાઓ અંતર્ગત હુકમ તથા વૃદ્ધ સહાય ,વિધવા સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓ દ્વારા તેમના વિભાગને લગતી યોજનાકીય સહાયની સમજ ગામના લોકોને આપવામાં આવી હતી આ ઉપરાંત કલેક્ટર દ્વારા ગામના લોકોમાં કરુણા અભિયાન અંગે માહિતી આપી અને ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ ન ખરીદવા સૌ ગ્રામજનોને વિનંતી કરી. જો કોઈ વ્યાપારી ગામમાં આ દોરીનો ગેરકાયદેસર રીતે વ્યાપાર કરતો હોય તો તેની માહિતી ગામના લોકો પોલીસને આપે અને પોલીસ એવા વ્યાપારીઓ સામે કડક પગલાં લેશે તેવું આશ્વાશન કલેકટરએ ગામના લોકોને આપ્યું. આ પ્રસંગે મહેમદાવાદના નાયબ મામલતદાર શૈલેષ બારીયાએ પોતાના જન્મદિવસના પ્રસંગે જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું. આ સભામાં મામલતદાર સંગ્રામસિંહ બારીઆ, તાલુકા વિકાસ અધિકારી પી.એસ.પરમાર, સીડીપીઓ શ્રી કોમલ રબારી, નાયબ મામલતદાર શૈલેષ બારીયા તેમજ ગામના લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!