પાંચીયાશાળ મા વિજીલન્સ ટીમ ઉપર થયો હમલો.
રમેશ પટેલ કેતન ભટ્ટ
દાહોદ તા.૧૧
સ્ટેટ વીજીલન્સ, ગાંધીનગરની ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પાંચીયાસાળ ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ બે ફોર વ્હીલર ગાડીઓ પસાર થતાં પોલીસ સાબદી બની હતી ત્યારે બંન્ને ગાડીઓ નજીક આવતાંની સાથે પોલીસે બંન્ને ગાડીઓને ઉભી રાખી ગાડીમાં સવાર ચાલકોની પુછપરછ કરતા હતાં અને તેવામાં પોલીસની નજર ગાડીમાં પડતાં ગાડીમાં વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જાેવા મળતાં પોલીસે ગાડીમાંથી ચાલકોને બહાર નીકળવાનું કહેતાં ગાડીમાં સવાર ચાલક ભીખાભાઈ ભલજીભાઈ રાઠવા (રહે. મીઠીબોર, જિ. છોટાઉદેપુર) દ્વારા પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર અચાનક ફાયરીંગ કર્યું હતું અને અચાનક પાછળથી અન્ય પાંચથી છ ફોર વ્હીલરો આવી પહોંચી હતી અને તેમાં ૨૪ જેટલા ઈસમોના ટોળા જેઓની પાસે મારક હથિયારો જેવા કે, બંદુક, ધારીયા, તલવાર, લોખંડની પાઈપો, લાકડીઓ વિગેરે સાથે ટોળુ સ્ટેટ વીજીલન્સની ટીમ તરફ ઘસી આવ્યું હતું અને અચાનક સ્ટેટ વીજીલન્સની ટીમ ઉપર જીવલેણ, મારી નાંખવાને ઈરાદે હુમલો કરતાં સ્ટેટ વીજીલન્સની ટીમ પોતાના સ્વ બચાવમાં પોતાની પાસે રહેલ સર્વિલ રિવોલ્વરમાંથી પણ ફાયરીંગ કર્યુ હતું ત્યારે પોલીસની પ્રતિક્રિયા જાેઈ ભીખાભાઈએ પોતાની પાસે રહેલ બાર બોરની બંદુકમાંથી ફરીવાર પોલીસ પર ફાયરીંગ કર્યું હતું. ભીખાભાઈએ પોલીસ પર ૦૭ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું અને પોલીસે સ્વ બચાવમાં ૦૪ કાઉન્ડ ફાયરીંગ કર્યું હતું ત્યારે ઉપરોક્ત ઈસમોના ટોળાએ ભાગતા ભાગતા પોતાની ફોર વ્હીલર ગાડીઓથી સ્ટેટ વીજીલન્સની ટીમની ગાડીઓને ટક્કર મારી પોલીસને મારી નાંખવાને ઈરાદે હુમલો કરી ભાગી છુટ્યાં હતાં. પોલીસે તાત્કાલિક ધોરણે સ્થાનીક પોલીસથી લઈ જિલ્લા પોલીસને સંપર્ક કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મધ્યરાત્રીના સર્ચ ઓપરેશનમાં પોલીસે ત્રણ ફોર વ્હીલર ગાડીઓ તેમજ એક મોટરસાઈકલ કબજે કરી હતી.


