દાહોદ શહેરના ગલાલીયાવાડ ખાતે રાંધણ ગેસનો બોટલ ફાટતાં પાંચને ઈજા
દાહોદ તા.૨૬
દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ગેસનો બોટલ ફાટતાં વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. આ ઘટનામાં ફાયર બ્રિગેડના બે જવાનો સહિત કુલ ૫ જેટલા વ્યÂક્તઓને ઈજાઓ થતાં તમામ હાલ દાહોદની ખાનગી હોÂસ્પટલમાં સારવાર હેઠવ હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરના તળાવ ફળિયા ભીલવાડા વિસ્તારમાં આજરોજ રાત્રીના ૯ વાગ્યાના આસપાસ એક રહેણાંક મકાનમાં ગેસનો બોટલ ફાટ્યો હતો. ગેસના બોટલ ફાટતાં વિસ્તારમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ દાહોદ ફાયર બ્રિગેડના જવાનો કરાતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બાદ આ ગેસના બોટલ ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પાણીનો મારો ચલાવતાં થોડા સમય માટે સૌને લાગ્યુ કે બોટલ હોલવાઈ ગયો હશે પરંતુ ક્ષણીક ઘડીમાં ફરી બોટલ ફાટતાં ત્યા ઉપÂસ્થત ફાયર ફાયટરના બે જવાનો, ઘરના સદસ્ય તેમજ આસપાસના લોકો મળી ૫ જેટલા વ્યÂક્તઓ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને દાહોદની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાથી સમગ્ર પંથકમાં ખળભાળટ મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ આ વિસ્તારના લોકો દ્વારા પોતપોતાના ગેસના બોટલોને બંધ કરી સગેવગે કરવાની પ્રક્રિયા પણ ચાલી હતી.

