ગરબાડા તાલુકાના સહાડા ગામે ટ્રકે મોટરસાઈકલને અડફેટમાં લેતા બેનો મોત
દાહોદ તા.૨૬ ગરબાડા તાલુકાના સહાડા ગામે સહાડા હાઈસ્કુલની સામે રસ્તા પર આજરોજ સાંજના સમયે એક માંતેલા સાંઢની માફક ઘસી આવતી ટ્રકે એક મોટરસાઈકલ પર સવાર ચાર જણાને અડફેટમાં લેતા ફંગોળાયેલા એક પાંચ વર્ષીય બાળક સહિત પાંચ જણા પૈકી પાંચ વર્ષીય બાળક અને એક પુરૂષ મળી બેને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળ પર બંન્નેના મોત નીપજ્યાં હતા જ્યારે એક મહિલા સહિત બે જણાને શરીરે ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયાનું જાણવા મળે છે. ગરબાડા તાલુકાના ખારવા ગામે હોળી ફળિયામાં રહેતા જાલુભાઈ ગુંડીયા તેમની પÂત્ન મંજુલાબેન અને તેમનો પાંચ વર્ષીય બાળક રવીરાજ એમ ત્રણેય જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામે ગુંડીયા ફળિયામાં રહેતા પોતાના સંબંધી શૈલેષભા ગુંડીયાને ત્યાં કોઈક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી ઉપરોક્ત દંપતિ પ્રસંગ પતાવી તેમને શૈલેષભાઈ ગુંડીયા એક મોટરસાઈકલ પર બેસાડી જાલુભાઈ,મંજુલાબેન અને રવીરાજને બેસાડી પરત ખારવા ગામે મુકવા જતાં હતાં તે સમયે સાંજના સાતેક વાગ્યાના સમયે ગરબાડા તાલુકાના સહાડા ગામે હાઈસ્કુલની પાસે રસ્તા ઉપર એક પુરપાટ અને પુરઝડપે દોડી આવતી એક ટ્રેક ઉપરોક્ત એક મોટરસાઈકલ પર સવાર ચારેય જણાને અડફેટમાં લેતાં મોટરસાઈકલ સાથે ફંગોળાયેલ ચારેય જણાને શરીરે,માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી જે પૈકી પાંચ વર્ષીય રવીરાજ અને શૈલેષભાઈ ગુંડીયાને ગંભીર ઈજાઓ થતાં તેમનુ ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતુ. આ ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને થતાં તેઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક સહિત ઈજાગ્રસ્ત મંજુલાબેન તથા જાલુભાઈને લઈ નજીકના દવાખાને પહોંચી હતી. મંજુલાબેન અને જાલુભાઈ હાલ સારવાર હેઠળ છે જ્યારે બાળક રવીવાર અને શૈલેષભાઈના મોતને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ અને પરિવારમાં આક્રંદનો માહોલ જાવા મળ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રોગતિમા કર્યાનું જાણળા મળે છે.


Sự tích hợp đa phương thức thanh toán tại slot365 từ chuyển khoản ngân hàng đến tiền điện tử, mang lại sự tiện lợi và linh hoạt tối đa cho quý khách hàng. TONY02-11O