નડિયાદ ટુડે પાસે બુલેટ ટ્રેનના કોપરના વાયર ચોરી કરતા એક શખ્સ ઝડપાયો
નરેશ ગનવાણી બ્યુરો ચિફ્ન નડિયાદ
નડિયાદ પાસેના ટુંડેલ સીમમાં બુલેટ ટ્રેનનાઅર્થીગમા નાખેલા કોપરના વાયરની ચોરી કરતો એક શખ્સ રંગે હાથે પકડાય ગયો છે. આ ચોરી આચરનાર શખ્સ બુલેટટ્રેનના એન્જિનિયરના કારનો ડ્રાઈવર છે. સમગ્ર બનાવ સંદર્ભે સિક્યુરિટી ગાર્ડની ફરિયાદનાઆધારે વસો પોલીસે ચોરીનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નડિયાદ તાલુકાના ઉત્તરસંડા વડતાલરોડ ઉપર રહેતા અશ્વિનભાઈ મહેન્દ્રભાઈ સાથલીયા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. તેઓ બુલેટટ્રેન પ્રોજેકટના ચેનલ નંબર ૪૫૫માં ફરજ પર હતા. આ દરમિયાન પિલ્લર નંબર ૧૯ પરરાત્રિના સમયે એક પીકઅપ ડાલુ લઈને આવેલા શખ્સ અહીંયા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો. જેનું ધ્યાન અશ્વિનભાઈને જતા આ દરમિયાન આ અજાણ્યો શખ્સ પિલ્લર પર બેસી અંદર નાખેલા કોપરના વાયરો કાપતો હતો.આ જોઇ તેઓએ બુમો પાડી હતી. તે દરમિયાન નજીકથી સિક્યુરિટી ના સુપરવાઇઝર આવી ગયા અને આ વ્યક્તિને રંગે હાથે પકડી બહાર લાવવામાં આવતા આ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ બુલેટટ્રેનના એન્જિનિયરના કારનો ચાલક વિજયભાઈ કનુભાઈ પરમાર રહે.પિપલગ, તા.નડિયાદ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સંદર્ભેઅશ્વિનભાઈએ વસો પોલીસ માં બુલેટટ્રેન પ્રોજેક્ટના આશરે રૂપિયા૩૦ હજારનું નુકસાન પહોંચાડ્યાનીફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.