કપડવંજ તાલુકાના પરેશાન ખેડૂતોએ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો

નરેશ ગનવાની બ્યુરો ચિફ્ નડિયાદ

કપડવંજ તાલુકાના દેનાદરા વિસ્તારમાં મોટા પાયે ક્વોરી ઉદ્યોગ ચાલે છે.જેનાથી દરરોજ વ્યાપક પ્રમાણમાં કપચી-ડસ્ટ ભરેલા ડમ્પરોની સતત અવર-જવર રહે છે.સાથે સાથે દનાદરાથી મલકાણા, નીરમાલીના મુવાડા, ગોકાજીના મુવાડા, ઠાકોર કંપા સુધીનો પાંચ કિલોમિટર નો રસ્તો પણ ખરાબ હાલતમાં છે. જેથી આ વિસ્તારમાં  ઘુળની ડમરીઓ ઉડતી રહે છે. જેના કારણે આજુબાજુના આવેલ ખેતરના પાક ઉપર ધૂળની ચાદર છવાઈ જાય છે. ડમ્પરોના કારણે રસ્તા ઉપર ધૂળ ઉડીને પશુઓના ઘાસચારા ઉપર ચોંટી જાય છે સાથે આ વિસ્તારના લોકોને પણ ધૂળની ડમરીઓથી તેમના આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે.ખેડૂતોના જણાવ્યાનુસાર આ બાબ ક્વોરી એસોસિયેશન ના પ્રમુખને રજૂઆત પણ કરાઈ હતી. આ વિસ્તારના નીરમાલીના મુવાડા, ઠાકોર કંપા, ગોકાજીના મુવાડાનારહીશોના જણાવ્યા મુજબ રસ્તા ઉપર ધૂળ છવાઈ જાય છે. જેથી પાણીનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આને સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી યોગ્ય
કરવા  માંગ ઉઠી છે. અને કપડવંજના દનાદરાથી મલકાણા સુધીના બિસ્માર રસ્તા મુદ્દે, રસ્તા પરથી પસાર થતા કપચી ભરેલા
વાહનોથી ઉડતી ધૂળની સમસ્યાથી પરેશાન થયેલા ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન કરી ન્યાની માંગણી કરી
હતી. જેથી રસ્તા પર ચક્કા જામના દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!