સરદાર પટેલ એજ્યુકેશન સંચાલિત શાળામાં પ્રજાસત્તાક દિન તેમજ વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી.
પથિક સુતરીયા દે.બારિયા
દેવગઢ બારીયા જુની અને જાણીતી સરદાર પટેલ સંચાલિત ડોક્ટર શીલાબેન આર સેઠ શીશુમંદિર, શ્રીજી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા, મહાત્મા ગાંધી હાઇસ્કુલ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું જેમાં સરકારી વકીલ શ્રી જૈમીન શૈલેષકુમાર સોની ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું તેમજ તેમના દ્વારા વિદ્યાર્થીઓને સમજૂતી પૂરી પાડવામાં આવી સાથે સાથે વસંત પંચમી નિમિત્તે સરસ્વતી માતાની પૂજા અર્ચના કરવામાં આવી તેમજ વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી
તેમજ શાળા દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ તેમજ હરીફાઈઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા
બાળકોએ વિવિધ ક્રાંતિકારી નેતાઓ વિષે વક્તવ્ય આપવા હતું
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઇલાબેન ઠાકર ટ્રસ્ટી કેયુરભાઈ દેસાઈ વિશાલભાઈ શાહ સ્કૂલ ઇન્ચાર્જ પથિક સુતરીયા તેમજ શાળાના કર્મચારીગણ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


