રાષ્ટ્રીય ધ્વજ ને નિ:શુલ્ક ધોઈ,પ્રેસ કરી ,ગઢી કરી , ધ્વજ ફરકાવવા સુધી નાં સેવાદાર નું સન્માન કરાયું.

રિપોટર – નીલ ડોડીયાર

રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ દ્વારા

રાષ્ટ્રીય ધ્વજ ને નિ:શુલ્ક ધોઈ,પ્રેસ કરી ,ગઢી કરી , ધ્વજ ફરકાવવા સુધી નાં સેવાદાર નું સન્માન કરાયું.

દાહોદ શહેર નાં મધ્ય માં કપડાં પ્રેસનું કામ કરી જીવન નિર્વાહ કરતા નારાયણ ભાઈ હીરાલાલ રાજોરા છેલ્લા છ થી સાતેક વર્ષથી દેશ નાં રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી એ ફરકાવવામાં આવતા રાષ્ટ્રીય ધ્વજ ને ધોવાનો , પ્રેસ કરવાનો અને એને ગઢી કરી ફરકાવવા સુધી ની નિ:શુલ્ક સેવા આપનાર નારાયણ ભાઈ રાજોરા ને તેની રાષ્ટ્ર પ્રેમ ને ધ્યાને લઈ રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ નાં સેક્રેટરી હીરાલાલ સોલંકી એ પુષ્પમાળા અને પુસ્તક ભેટ આપી સન્માનિત કર્યા હતા.
સન્માન કાર્યક્રમ માં રતનસિંહ બામણિયા,પ્રદીપભાઈ રાઠોડ,ભરતભાઈ કાનોજીયા,નાસિકભાઈ મલિક,બાબુભાઈ સલાટ અને દિલીપભાઈ પરમાર ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

હું ભારત નો નાગરિક હોઈ, ધ્વજનું સન્માન કરું છું, જેના કારણે નિ:શુલ્ક ધ્વજ ને ધોવાનો, પ્રેસ કરવાનો અને ધ્વજ ને વ્યવસ્થિત ગઢી કરીને થાભલા પર બાંધી આપવાની સેવા છેલ્લા છ થી સાત વર્ષથી કરું છુ.”

નારાયણ રાજોરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!