તાલુકા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સોલંકી અંકિત મનુભાઈ તાલુકા પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ થી સન્માનિત
પંકજ પંડિત ઝાલોદ
તાલુકા અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા સંજેલી માં આચાર્ય તરીકે ફરજ બજાવતા સોલંકી અંકિત મનુભાઈ ને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા . 26મી જાન્યુઆરી ના 74માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી સરકારી માધ્યમિક શાળા માંડલી ખાતે રાખી હતી.અંકિત કુમાર કહે કે મને બાળકોનું ભણતર સાથે ગણતર થાય એવી પ્રવુત્તિ કરાવવી વધારે ગમે છે.વિદ્યાર્થી માટે હું હંમેશા એક માર્ગદર્શક ,સલાહકાર અને તેમની પ્રગતિ થાય એવી આશા થી કામ કરું છું


