ફતેપુરા તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સુખસર કૃષિ શાળા ખાતે કરવામાં આવી
રિપોટર-પ્રવીણ કલાલ ફતેહપુરા
ફતેપુરા તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સુખસર કૃષિ શાળા ખાતે કરવામાં આવી ફતેપુરા માં પણ અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા અને સુખસર ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીઓ કરવામાં આવી હતી દેશભક્તિ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક દિનની માનભેર ઉજવણી કરાઈફતેપુરા તાલુકા કક્ષાના 74 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સુખસર કૃષિ શાળા ખાતે ફતેપુરા તાલુકા મામલતદાર R.P. ડીંડોર ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમા ભાગ લઈ સારું પ્રદર્શન કર્યું હતું પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત મામલતદાર ફતેપુરા,ટીડીઓ ફતેપુરા તેમજ આગેવાનો,શાળાના શિક્ષક ગણ વિગેરે એ હાજર રહી પ્રજાસત્તાક દિનની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના ફતેપુરા સુખસર ગ્રામ્ય વિસ્તારોમાં કાળીયા પ્રાથમિક શાળા, નુતન વિદ્યાલય સુખસર,કન્યાશાળા સુખસર ગ્રામ પંચાયત તથા સુખસર પોલીસ સ્ટેશનમાં પણ શાનદાર રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી
ફતેપુરા માં આઈ કે દેસાઈ સ્કૂલ, ગ્રામ પંચાયત ફતેપુરા માં વિશાલ નહારના ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું તેમજ ટચ ધ લાઈટ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ શાળા ફતેપુરાની અન્ય શાળાઓમાં પણ ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંહતુપ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન દેશભક્તિ ગીતોથી વાતાવરણ દેશભક્તિમય જોવા મળ્યું હતું તેમજ શાળાના શિક્ષક ગણો દ્વારા બાળકોને દેશની સ્વતંત્રતા અને નાગરિકોને મળેલી સત્તાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ ભારત દેશ ઉત્તરોત્તર દેશ વિદેશમાં નામના મેળવી મહાસત્તા બનવા તરફ પ્રયાણ કરી રહ્યું હોવાની માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.અને દેશની એકતા,અખંડિતતા અને સ્વતંત્રતાનુ રક્ષણ કરવા તમામ ઉપસ્થિત નાગરિકોને આહવાન કરવામાં આવ્યું હતું