મહેમદાવાદ પાસે આવેલ ટ્રેકટરના ડિલરે રૂપિયા ૧૯.૫૫ લાખની છેતરપિંડી કરી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
મહેમદાવાદના ખાત્રજ ચોકડી પર આવેલ અનમોલ ટ્રેકટરના પ્રોપરાઈટર મહેબુબખાન ફરીદખાન પઠાણ રહે. માતર ગત ૨૦૧૯-૨૦માં ચાર અલગ અલગ ખેડૂતોને લઈ ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ લિમિટેડ કંપનીમાં લોન માટે આવ્યા હતા. ટ્રેકટરો પર લોન લેવા ઈનવોઈસ કોપી, પરચેઝ ઓર્ડર, આરટીઓ કચેરીનું નોંધણી પ્રમાણપત્ર આપી રૂ.૧૯ લાખ ૫૫ હજાર ૧૭ની લોનની ૨કમ અનમોલ ટ્રેકટરના ખાતામાં જમા આપી હતી. કંપનીએ ચારેય ટ્રેકટરોની લોન હાઈપોથીકેશન નોંધ કરાવી અંગે ટ્રેકટરોની આરસી બુક જમા કરાવવા જણાવી હતી. જો કે હપ્તો નહીં ભરાતા કંપનીએ તપાસ કરતાં મહેબુબખાન માસિક ૨૦ હજાર આપવાની શરતે ટ્રેકટરો પાછા લઈ ગયા હતા. જ્યારે આરટીઓમાં તપાસ કરતાં ચારેય ટ્રેકટરો અન્ય કોઈના નામે નોંધાયેલ હતા. જેથી કંપનીએ મહેબુબખાનની પુછતાછ કરતાં નાણાંની જરૂર હોય તેમણે ટ્રેકટરો અન્ય ગ્રાહકોના નામે બીલ તથા સેલ લેટર તૈયાર કરી ફોર્મ નં.૨૨ ભરી દસ્તાવેજી કાગળીયા તૈયાર કરી આરટીઓમાં રજીસ્ટ્રેશન કરી વેચી દીધા છે. જોકે આ પૈસા ચૂકવી દેવાનો વિશ્વાસ આપ્યો હતો. પરંતુ મહેબુખાને ૧૯.૫૫ લાખની રકમ ન ભરી અને ટ્રેકટરો પણ પરત ન કરતાં આખરે આ મામલે કંપનીના એરીયા કલેકશન મેનેજરજીતેન્દ્રભાઈ રોહિત એ આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


