મહેમદાવાદમાં ટ્રકનું વિલ બદલતા પાછડથી આવતી ટ્રકે ટક્કર મારતાં એક નું મોત

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

મહેમદાવાદના અરેરી બસ સ્ટેન્ડ પાસે પંચર પડેલ ટ્રકને પાછળ આવતી અન્ય ટ્રકે ટક્કર  મારી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જનાર ટ્રકના ક્લિનરને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજયુ હતુ.આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો છે. મહેમદાવાદ તાલુકાના અરેરી બસ સ્ટેન્ડ  એક ટ્રકમાં પંચર પડતા ટ્રક સાઈડમાં ઉભી રાખી હતી. દરમિયાન ટ્રકના ડ્રાઈવર વ્હીલ બદલતી વખતે પાછળથી આવતી બીજી ટ્રકના ચાલકે પંચર પડેલ ટ્રકની પાછળ અડફેટે મારી અકસ્માત સર્જાયો હતો. ટક્કર મારી તે ટ્રકમા  બેઠેલા ક્લિનર રાયસિંગભાઇ અમરસિંગ માવલીયા ઉં.૪૦ કેબિનમાં ફસાઇ ગયા હતો.જેને આસપાસના નાગરિકોએ બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મહેમદાવાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબી અધિકારી રાયસિંગને મૃત જાહેર કર્યા હતા.આ સમગ્ર બનાવ અંગે મહેમદાવાદ પોલીસે  ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: