કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

ખેડા જિલ્લાનાં કઠલાલના અનારા ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. મકાનમાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રૂપિયાની  ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. આ બનાવ મામલે કઠલાલ પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.કઠલાલ તાલુકાના અનારા ગામે મોટી ખડકી વિસ્તારમાં જયંતીભાઈ ભીખાભાઈ પટેલ ના ઘરની નજીક તેમના નાનાભાઈ કનુભાઈ પટેલનું મકાન આવેલ છે. આ મકાન બંધ રહે છે. ગત ૬ ડીસેમ્બરની રાતથી બીજા દિવસે સવાર સુધીના સમયગાળા વચ્ચે આ કનુભાઈના મકાનમાં તસ્કરોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ઘરની લોખંડની જાળનુ  નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને ઘરની તીજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૩ હજાર ૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા ગયા બીજા દિવસે સવારે સમગ્ર બનાવની જાણ જયંતીભાઈને થતા તેઓએ તુરંત ઘરમાં આવી ને તપાસ કરતા  ચોરી મામલે પોતાના ભાભીને અને ભત્રીજાને જાણ કરી હતી. આ બનાવ મામલે આજે જયંતીભાઈ પટેલે  ફરીદ નોંધાવતા કઠલાલ  પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!