પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરીબુઝર્ગ ખાતે RKSK અંતર્ગત પ્રોગ્રામ યોજાયો
પ્ર્તિનિધિ ગરબાડા

ઝરીબુઝર્ગ ખાતે RKSK અંતર્ગત પ્રોગ્રામ ડોક્ટર પ્રદીપ નિનામાં ઉપસ્થિત રહ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા ના ઝરીબુઝર્ગ આરોગ્ય કેન્દ્ર ખાતે RKSK પ્રોગ્રામ કરવામાં આવ્યો…જેમાં ડો. પ્રદીપભાઈ નિનામાં , RKSK તરગભાઈ લબાના નોડલ કાઉન્સિલ વર્ષાબેન, ઝરીબુઝર્ગ ના ,MPHW, FHW અને તમામ આશા વર્કર હાજર રહ્યા હતા. અને RKSK પ્રોગ્રામમાં કિશોર અને કિશોરીઓને શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર વિશે સમજ આપવા આવી હતી તેમજ કિશોરીઓને માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે સમજ , કિશોરીઓને જાતીય અંગ વિશે સમજ માનસિક સ્વાસ્થ્ય વિશે માહિતી હાથ ધોવાની રીત (Hand washing Steps) અને તેનું મહત્વ વિશે સમજ આપવામાં આવી હતી.

