દાહોદ જિલ્લાની દીકરી કુ.રાજવી કડિયા એ જિલ્લાનું ગૌરવ વધાર્યું રાષ્ટ્રીય યુવા સંસદ 2023માં સંસદના સેન્ટ્રલ હોલ ખાતે વક્તવ્ય આપશે.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદની સિંગલ ગર્લ ચાઇલ્ડ દીકરીએ જિલ્લાનું સન્માન વધાર્યું
રાષ્ટ્રીય યુવા સંસદ 2023માં સંસદના સેન્ટ્રલ હોલ ખાતે વક્તવ્ય આપશે
યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકારનું આયોજન
દાહોદ તારીખ 9 ફેબ્રુઆરી 2023: યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય યુવા સંસદ ના ચોથા સંસ્કરણએ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં દાહોદ જિલ્લાની દીકરી કુ.રાજવી કડિયા એ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
રાષ્ટ્રીય યુવા સંસદ માટે જિલ્લા અને રાજ્ય કક્ષામાં પ્રથમ સ્થાને આવીને કુ.રાજવી કડિયા હવે રાષ્ટ્રીય કક્ષા માટે તૈયારી કરી રહી છે જે આગામી 23 થી 24 મી ફેબ્રુઆરી 2023 ના રોજ ભારતીય સંસદના સેન્ટ્રલ હોલ ખાતે યોજવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેવા જિલ્લામાં પ્રથમ સ્થાને આવીને રાજ્યના તમામ 33 જિલ્લાઓ ના 66 પ્રતિસ્પર્ધીઓ સામે કુ.રાજવી કડિયા દાહોદ જિલ્લાનું નામ રોશન કરીને પ્રથમ ક્રમે આવ્યા છે. કુ.રાજવી કડિયા હાલમાં એમ.બી.બી.એસનો અભ્યાસ પણ કરી રહી છે અને સિંગલ ગર્લ ચાઇલ્ડ રહીને આ બાબતે પોતાના સમાજ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. તે બદલ નહેરુ યુવા કેન્દ્ર દાહોદ વતી જિલ્લા યુવા અધિકારી અજીત જૈન અને ટીમ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યું છે.


