એક્સપ્રેસ હાઇવે પર આઇસરે અડફેટે લેતાં  એક મહિલા મોત નિપજ્યું .

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

એક્સપ્રેસ હાઇવે પર આઇસરે અડફેટે લેતાં  એક મહિલા મોત નિપજ્યું છે. નડિયાદ: ઠાસરા તાલુકાના સાઢેલી ગામે રહેતા રજનીભાઇ ભીખાભાઇ વસાવા જેકપડવંજ  રહેતા અરવીંદભાઇ શંકરલાલ તલાટી  ત્યા ડ્રાઇવર તરીકે  નોકરી કરે છે. ગઇ કાલે શેઠ ને  ભરૂચ  લઇ ગયા હતા. ભરૂચ થી  પરત આવતાં અન્ય સગા સંબંધીઓ કારમાં બેસાડ્યા  હતાં. જેમાં મનીષાબેન પીકલભાઇ શાહે અને મૈથીલીબેન ચીંતનભાઇ શાહને કારમાં બેસાડ્યા હતા. મનીષાબેનને અમદાવાદ જવાનું હોય તેઓ  નડિયાદ પાસેના અમદાવાદ – વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર  અમદાવાદ જતાં હતા. આ દરમિયાન હઈવે પર  નડિયાદ બહાર જવાના રોડ ઉપર કાર ઊભી રાખી હતી અને  મનીષાબેન શાહ અને અરવિંદભાઈ ઉતરતા હતા ત્યારે પાછળથી પૂરું પાટે આવતીઅજાણ્યા આઇસરે આ બંન્ને લોકોનેઅડફેટે લીધા હતા. જેના કારણે આ મનીષાબેનને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે અરવિંદભાઈ અને પિકલભાઈને શરીરે ઈજાઓ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે રજનીભાઇ ભીખાભાઇ વસાવાએ નડિયાદ ટાઉન પોલીસમાં નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!